જીવનના જામ પડયા છે ખાલી, બુંદે બુંદના તો એ પ્યાસા છે
જોઈ રહ્યાં છે રાહ, એ રંગભરી શામની, કોણ એને તો છલકાવે છે
યાદે યાદે રહ્યાં છે ચમકતા બુંદ એના, બુંદેબુંદમાં યાદ એની ભરી છે
વહી નયનોમાંથી બુંદની ધારા, આસન હૈયાંના ભીના એનાથી થયા છે
જાશે સરી અન્ય બુંદો હૈયાં પરથી, ના ભીના એમાં તો એ થવાના છે
છલકાશે જીવનમાં જ્યાં એ તો, રંગ જીવનના એમાં બદલાવાના છે
હરેક બુંદની તો છે કિંમત અનોખી, એ બુંદના તો વૈભવ જુદા છે
ભરેલા જામથી, ભર્યું ભર્યું જ્યાં જીવન, એ જીવન વિના જીવન અધૂરું છે
એ જામના તો જીવનમાં રંગ જુદા છે, એના સંગ જીવન તો ખીલ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)