Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6687 | Date: 22-Mar-1997
એવી શક્તિ કરતા ના, તમે મને પ્રભુ એવી શિક્ષા તો કરતા ના
Ēvī śakti karatā nā, tamē manē prabhu ēvī śikṣā tō karatā nā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 6687 | Date: 22-Mar-1997

એવી શક્તિ કરતા ના, તમે મને પ્રભુ એવી શિક્ષા તો કરતા ના

  No Audio

ēvī śakti karatā nā, tamē manē prabhu ēvī śikṣā tō karatā nā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1997-03-22 1997-03-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16674 એવી શક્તિ કરતા ના, તમે મને પ્રભુ એવી શિક્ષા તો કરતા ના એવી શક્તિ કરતા ના, તમે મને પ્રભુ એવી શિક્ષા તો કરતા ના

રાખો ચાહે બંધ કે ખુલ્લી નજર તમારી, તમારી નજરોથી દૂર કરતા ના

વીત્યા જન્મો તમારા દર્શન વિના, તમારા દર્શન વિના હવે રાખતા ના

દૂર છો કે છો પાસે, છું હું એની મૂંઝવણમાં, એવી મૂંઝવણમાં નાખતા ના

તમારા વિશ્વાસે, રાખજો હૈયું મારું ભર્યું ભર્યું, ખાલી એને એમાં થાવા દેતા ના

જીવન જંગમાં છે જરૂર તો શક્તિની, મને શક્તિ વિનાનો તો રાખતા ના

હર હાલતમાં રહું હું આનંદમાંને આનંદમાં, આનંદ મારો એ ઝૂંટવી લેતા ના

ભાવને પ્રેમથી રહે હૈયું મારું ભર્યું ભર્યું, ખાલી એને પ્રભુ થાવા દેતા ના

કહેવા ચાહું જ્યારે જીવનમાં તને રે પ્રભુ, આંખ બંધ ત્યારે કરી દેતો ના

સુખ વૈભવમાં રાખજે ભલે મને રે પ્રભુ, જો જે એમાં મને, તને વીસરાવી દેતો ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvī śakti karatā nā, tamē manē prabhu ēvī śikṣā tō karatā nā

rākhō cāhē baṁdha kē khullī najara tamārī, tamārī najarōthī dūra karatā nā

vītyā janmō tamārā darśana vinā, tamārā darśana vinā havē rākhatā nā

dūra chō kē chō pāsē, chuṁ huṁ ēnī mūṁjhavaṇamāṁ, ēvī mūṁjhavaṇamāṁ nākhatā nā

tamārā viśvāsē, rākhajō haiyuṁ māruṁ bharyuṁ bharyuṁ, khālī ēnē ēmāṁ thāvā dētā nā

jīvana jaṁgamāṁ chē jarūra tō śaktinī, manē śakti vinānō tō rākhatā nā

hara hālatamāṁ rahuṁ huṁ ānaṁdamāṁnē ānaṁdamāṁ, ānaṁda mārō ē jhūṁṭavī lētā nā

bhāvanē prēmathī rahē haiyuṁ māruṁ bharyuṁ bharyuṁ, khālī ēnē prabhu thāvā dētā nā

kahēvā cāhuṁ jyārē jīvanamāṁ tanē rē prabhu, āṁkha baṁdha tyārē karī dētō nā

sukha vaibhavamāṁ rākhajē bhalē manē rē prabhu, jō jē ēmāṁ manē, tanē vīsarāvī dētō nā
Scan Image

Gujarati Bhajan no. 6687 by Satguru Devendra Ghia - Kaka
First...668266836684...Last