હૈયાંના ઊંડાણ સુધી જે પહોંચ્યા નથી, હૈયાંના ભાવો સુધી ક્યાંથી એ પહોંચવાના
ઉપરછલ્લી રમતો રમી, ભલે જીવનમાં સંતોષ એ તો પામવાના - હૈયાંના...
પ્રેમની ધારા વહે ઊંડાણમાંથી, ઉપરછલ્લા પ્રેમથી રમત રમવાના - હૈયાંના...
ઠગી જ્યાં ખુદની જાતને જ્યાં એમાં એણે, જગમાં એ તો ઠગાવાના - હૈયાંના...
બીનઆવડતની ચડીને સીડી, ભાવના મિનારા જગમાં ના મળવાના - હૈયાંના...
પ્રેમમાં રહ્યાં જે ઠગતાને ઠગતા, પ્રભુના પ્રેમને ક્યાંથી એ પામવાના - હૈયાંના...
કૃત્રિમ ભાવોમાં રહ્યાં જે રાચી, હૈયાંની સાચી મીઠાશ ક્યાંથી માણવાના - હૈયાંના...
ખોટા ભાર સાથે, ઊંડાણ સુધી ના એ પહોંચવાના, રહસ્ય ઊંડાણના ના પામવાના - હૈયાંના
માયામાં બાંધીને ઊંડા ભાવો, પ્રભુના ભાવોના ઊંડાણ સુધી ના પહોંચવાના - હૈયાંના...રોકશે એને અન્ય ભાવે, જીવનમાં અન્ય ભાવોમાં છબછબિયા એ લેવાના - હૈયાંના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)