સ્થિરતાની મારી મૂર્તિ તું, તેજનો ભંડાર તો છે તું ને તું
કરું હું જીવનમાં બીજું શાને ચિંતન, બીજું ચિંતન હું શાને કરું
રહી સદા મારી સંગે તો તું, રહ્યો છે તોયે અસંગ તો તું ને તું
મોહભર્યા મારા હૈયાંમાં વસ્યો છે તું, રહ્યો બની સદા નિર્મોહી તું ને તું
અજ્ઞાની એવા મારા હૈયાંમાં વસ્યો છે તું, રહ્યો છે પૂર્ણજ્ઞાની એવો તું ને તું
બંધનોથી બંધાયેલો હું, વસ્યો એમાં તું, રહ્યો છે મુક્ત એવો તું ને તું
અશક્ત એવો હું વસ્યો છે એમાં તું, છે પૂર્ણશક્તિશાળી તું ને તું
અસ્થિર એવો હું, વસ્યો છે એમાં તું, છે પૂર્ણ સ્થિર તો તું ને તું
અનિર્ણાયક એવો હું, વસ્યો છે એમાં તું, છે પૂર્ણ નિર્ણાયક તો તું ને તું
કર્મોનો કર્તા બન્યો હું, વસ્યો છે એમાં તું, છે અકર્તા એવો તું ને તું
છે જીવનમાં મિલન તો આપણું આવું, રહ્યો મિલનથી દૂર તું ને તું
ચિંતન, ચિંતન, કરું જીવનમાં, ચિંતન, કરું ચિંતન બીજા કોનું હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)