સમજદારી બધી મારી જ્યાં ખોઈ આવ્યા સમજી લેજો ક્યાં જઈ આવ્યા
એક નજરમાં બની ગયા પાગલ, પાગલ બનીને ત્યાંથી તો આવ્યા
અંધારામાંને અંધારામાં અટવાયા હતા, ઉજાસ હૈયાંમાં ભરીને તો આવ્યા
ડરપોક ને બીનઅનુભવી હતા જીવનમાં, અનુભવ ને હિંમત ભરીને આવ્યા
ક્રોધને ક્રોધમાં જીવનભર રાચનારા, ક્રોધને તો ત્યાં મૂકી આવ્યા
મારા વિશ્વાસના ખાલી સાગરને, વિશ્વાસમાં છલોછલ ભરી આવ્યા
અશાંતિ ભરેલા હૈયાંને જીવનમાં, શાંતિના સાગરમાં નવરાવી આવ્યા
તેજ વિહીન થયેલા આ જીવનને, જગમાં તેજથી ભરી ભરી આવ્યા
ખટપટોને ખટપટોમાં રાચતા આ દિલને, બધી ખટપટોને ભુલાવી આવ્યા
ભાવ વિહીન એવા આ હૈયેને, પ્રભુના ભાવમાં તરબોળ કરી આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)