|     
    Hymn No.  6716 | Date:  12-Apr-1997
    
    અરે ઓ પ્રેમનાં રે પંખી, કહી દે આ તો તું, દિલ તારું ક્યાં ક્યાં ભાગે  
    arē ō prēmanāṁ rē paṁkhī, kahī dē ā tō tuṁ, dila tāruṁ kyāṁ kyāṁ bhāgē
 પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace) 
                     1997-04-12
                     1997-04-12
                     1997-04-12
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16703
                     અરે ઓ પ્રેમનાં રે પંખી, કહી દે આ તો તું, દિલ તારું ક્યાં ક્યાં ભાગે
                     અરે ઓ પ્રેમનાં રે પંખી, કહી દે આ તો તું, દિલ તારું ક્યાં ક્યાં ભાગે
 કદી વાતોમાં કદી દૃશ્યોમાં, ખેંચાઈ બની લીન એમાં એ તો થાવા માંગે
 
 રોકે ના કોઈ ચાહત એની, જગાવી ચાહત મેળવવા એને એ તો ચાહે
 
 દોડી દોડી બધે, કરે સારું નરસું, એ તો ભેગું, શાંતિ એમાં ક્યાંથી એ પામે
 
 કરે ભાર ખોટો એમાં એ તો ભેગો, નીંદર શાંતિની, ક્યાંથી એને આવે
 
 અટકે ના ચાહત, અટકે ના એનું દોડવું, અંત દોડધામમાં ના એમાં આવે
 
 પ્રેમનું એ પંખી, જીવનમાં તો પ્રેમ વિના બીજું ના કાંઈ એ તો ચાહે
 
 મળ્યો ના પ્રેમ ક્યાંય એને સાચો, બીજા એના પ્રેમને તો શું જાણે
 
 સાચા ઝરણા પ્રેમના ગોતવા, કરે દોડાદોડી, દોડાદોડી એમાં એ થાકે
 
 પૂર્ણ પ્રેમનું એ પંખી, પ્રભુના પ્રેમ વિના, બીજે પ્રેમ એવો ક્યાંથી પામે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    arē ō prēmanāṁ rē paṁkhī, kahī dē ā tō tuṁ, dila tāruṁ kyāṁ kyāṁ bhāgē
 kadī vātōmāṁ kadī dr̥śyōmāṁ, khēṁcāī banī līna ēmāṁ ē tō thāvā māṁgē
 
 rōkē nā kōī cāhata ēnī, jagāvī cāhata mēlavavā ēnē ē tō cāhē
 
 dōḍī dōḍī badhē, karē sāruṁ narasuṁ, ē tō bhēguṁ, śāṁti ēmāṁ kyāṁthī ē pāmē
 
 karē bhāra khōṭō ēmāṁ ē tō bhēgō, nīṁdara śāṁtinī, kyāṁthī ēnē āvē
 
 aṭakē nā cāhata, aṭakē nā ēnuṁ dōḍavuṁ, aṁta dōḍadhāmamāṁ nā ēmāṁ āvē
 
 prēmanuṁ ē paṁkhī, jīvanamāṁ tō prēma vinā bījuṁ nā kāṁī ē tō cāhē
 
 malyō nā prēma kyāṁya ēnē sācō, bījā ēnā prēmanē tō śuṁ jāṇē
 
 sācā jharaṇā prēmanā gōtavā, karē dōḍādōḍī, dōḍādōḍī ēmāṁ ē thākē
 
 pūrṇa prēmanuṁ ē paṁkhī, prabhunā prēma vinā, bījē prēma ēvō kyāṁthī pāmē
 |