કર્યું કર્યું ભેગું ઘણું તો જીવનમાં, તોયે હાથ, ખાલીને ખાલી રહી જાય
રમત રહી છે, જીવનમાં આ તો ચાલુ, અંત આવે ના જીવનમાં એનો જરાય
જાણીયે રહેશે હાથ ખાલી, જીવનમાં સદાય, તોયે દોડધામ અટકેના એના કાજે જરાય
ભરો ભરો હાથમાં તો ઘણું, ભરાય એટલુંજ ભરાય, હાથ પાછા તો ખાલી થઈ જાય
ક્ષણ ક્ષણમાં જે ભરાયને ખાલી થાય, જીવનમાં કેમ કરીને એને તો પહોંચાય
કદી હૈયું આનંદમાં એમાં છલકાય, કદી હૈયાંમાં ઉદ્વેગ તો ઊભરાઈ જાય
કદી ભેગું કરવામાંને કરવામાં જગમાં, જીવનનું ભાન એ ભુલાવી જાય
હાથ ભરાતાં જીવનમાં અહં એ જગાવી જાય, થાતા ખાલી પસ્તાવો આવી જાય
ભરાયેલાં હાથમાં, અદીઠ કારણો, છેદ પાડી જાય, હાથને ખાલીને ખાલી કરી જાય
ભેગુંને ભેગું કરવાની ધૂનમાં, એ તરફ જીવનમાં, લક્ષ જલદી ના જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)