સંતોએ તો કહ્યું, ઘણું ઘણું, તાકતોએ ગાયું ઘણું ઘણું
અમારા દિલમાં ઊંડે ના એ ઉતર્યું, ઊંડે ના એ ઉતર્યું
રોજની ગણતરીમાં, રોજના વ્યવહારમાંથી માથું ઊંચું ના કર્યું
જીવનમાં અમને અમારી દૃષ્ટિમાં તો એ ના આવ્યું
મનમાં તો નિત્ય યુદ્ધનું ઘમસાણ તો થાતું રહ્યું
ના જીવનમાં સ્થિર એમાં તો રહેવાયું ના યુધિષ્ઠિર બનાયું
હસતા મુખે કરી હસતી વાતો, અંતર તો રોઈ રહ્યું
ઝલકી ગયા વિચાર તો કાળના, વેરાગ્યથી ચિત્તડું ઘેરાયું
નામ લીધું પ્રભુનું તો જીવનમાં તો ઘણું ઘણું
નામ પ્રભુનું તો, જીવનમાં તો, હૈયાંમાં તો ના ચોંટયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)