ઓઢીને ઓઢણી, ઉષાને સંધ્યાના રંગોની, ધરતી એમાં કેવી સોહે છે
ઋતુ ઋતુના બદલે ભલે વસ્ત્રો, તોયે બદલ્યા ના એણે આ ઓઢણા
રાત રાતના ઓઢે ભલે તારલિયાની ચૂંદડી, ભૂલે ના ઓઢવી આ ઓઢણી
ઓઢે કદી કદી ભલે વાદળીયા રંગની ઓઢણી, ભૂલે ના ઓઢવી આ ઓઢણી
સજાવે એ તો વિવિધ ફૂલોથી એની ચુંદડી, ભૂલે ના ઓઢવી એ આ ઓઢણી
કદી ચમકાવી દે એમાં એ તો વીજળીની દોરીઓ, ભૂલે ના ઓઢવી એ આ ઓઢણી
દૃશ્યે દૃશ્યે બદલાય એની તો ઓઢણી, ભૂલે ના ઓઢવી તોયે એ આ ઓઢણી
વિવિધ ભાવોને રંગે રંગાયેલી ઓઢે ઓઢણી, ભૂલે ના ઓઢવી તોયે એ આ ઓઢણી
પચરંગી વિવિધરંગી કે એકરંગી, ઓઢે એ ઓઢણી, ભૂલે ના ઓઢવી તોયે એ આ ઓઢણી
સર્જનથી ઓઢી છે એણે આ તો ઓઢણી, ઉતારી નથી એણે તો આ ઓઢણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)