જીવન એ તો વણઝાર છે, હારજીતની તો, એમાં તો લંગાર છે
હાર ના એમાં એ તો હાર છે, જીતની તો એ પાછી તો શરૂઆત છે
જીવનમાં શ્વાસનો તો તું લેણદાર છે, કર્મનો તો તું દેવાદાર છે
નાના કે મોટા, સુખી કે દુઃખી જગમાં, સહુને જીવનથી તો પ્યાર છે
જીવન એ તો તારી હકીકત છે, લખવી કે લખાવવી એ તો તારે હાથ છે
જીવન એ તો તારા ને તારા કર્મો વચ્ચેનો તો, એ તો તારો સંગ્રામ છે
જીવન એ ઋણાનુબંધનો તખ્તો છે, સગાસબંધીઓનો એમાં મેળો છે
જીવન એ તો, બહુરંગી ને બહુપાત્રથી ભજવાવાનું એવું જીવંત નાટક છે
જીવન એ એક તરસ્યું સરોવર છે, પીઓ બધું, તરસ વધતી જાય છે
જીવન એ એક એવી વ્યાખ્યા છે, કરો વ્યાખ્યા એની, અધૂરી એ તો લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)