હરેક દિનને તો એની સાંજ છે, હરેક સાંજને તો, એની તો રાત છે
હરેક રાતને એનું તો પ્રભાત છે, યુગોથી ના બદલાયેલી આ વાત છે
આ જનમ તો જગમાં, સહુના પૂર્વજનમના કર્મોનો પરિપાક છે
સમજ્યા ના કર્મોની ચાલને જીવનમાં જે, હાલ એના તો બેહાલ છે
ચમકે છે જગમાં જે ખુદના તેજથી, ના એને તો, કોઈ તો રાત છે
રહે છે કરતા જીવનમાં જે બધું, તો વિશ્વાસથી હૈયે એને નિરાંત છે
સૂર્યને તો ના એની કોઈ રાત છે એને તો એનો નિત્ય પ્રકાશ છે
જીવનમાં હરેક કાર્યમાં આંખ તો જેની બંધ છે, એને તો નિત્ય રાત છે
ભર દિનમાં પણ જે ચાંદ-તારા જોતા રહે, એની તો નિરાળી તો વાત છે
હકીકત એ હકીકત રહેશે, એ તો યુગોથી ના બદલાયેલી તો વાત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)