મન મર્કટને, પાઈ મેં તો મદિરા, પાઈ મેં તો મદિરા
હતું ના કાબૂમાં એ તો પહેલા, બેકાબૂ બન્યું, વધુ એ એમાં
સમજી ના શક્યો કરશે ક્યારે શું અને કેમ એ તો એમાં
કદી ગમ્યા નાચ તો એના, બન્યા પરેશાન કદી તો એમાં
પાઈ જ્યાં મેં મદિરા, મનને મળ્યા સાથ વૃત્તિઓના એમાં
સીધા રસ્તે ના પડયા પગ એમાં, આડે રસ્તે વળ્યા પગ એમાં
સીધા રસ્તે ચાલે ના એ જરા, આડા અવળા રસ્તા લીધા સદા
વગર મદિરાએ, હાલત એની મદિરાની વગોવાઈ એમાં તો મદિરા
મર્કટ હતું તો મર્કટ, મદિરા વિના હતી હરકત, મદિરાની મળી એમાં મદિરા
હતી ખૂબી મર્કટની કે મદિરાની, બન્યું મુશ્કેલ નક્કી કરવું તો એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)