કહ્યું ઘણું ઘણું જીવનમાં મેં મારુંને મારું, એમાં તો મારુંને મારું તો શું છે
જીવન સંગીત તો મારું છે, ચાલુને ચાલુ, સૂરો એમાં તો બીજાના બોલે છે
નયનો જુએ છે દૃશ્યો જીવનમાં ઘણાં ઘણાં, દૃશ્યો એ તો બીજાના છે
લખાતી જાય છે કહાની તો મારા જીવનની, વ્યથા એમાં તો બીજાની છે
જીવી રહ્યો છું જીવન હું તો જગમાં, શ્વાસનો દોર તો, બીજાને હાથ છે
હવા ખોરાક પાણીથી, ચાલે છે મારું જીવન, ના હક મારો કોઈ એના પર તો છે
ભાવોથી બંધાયા તો સંબંધોને સબંધો, કહ્યાં એના મારા ના ભાવો મારે હાથ છે
દિન ને રાતની બની છે તો જિંદગાની, ના દિન કે રાત જીવનમાં મારે હાથ છે
તન બદનને ગણ્યું મેં તો મારું, એક દિન તન બદનને છોડી વિદાય લેવી પડવાની છે
દિન રાત સાંભળું કાનથી શબ્દો ઘણાં, એના ઉપર, ના કોઈ કાબૂ તો મારા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)