જીવન મારું તો જ્યાં બની ગઈ જગમાં સપનાની દાટ
નીંદર મારી, નીંદર મારી, બની ગઈ ત્યાં મોંઘી દાટ
જોઉં તો દિનરાત જગમાં તો જ્યાં, સ્વપ્નાને સ્વપ્નાની વાટ
દિલડામાં ને ચિત્તડામાં, જમાવ્યું તો જ્યાં ચિંતાએ સ્થાન
ભાગ્ય જીવનમાં તો જ્યાં, ઘડતું રહ્યું જીવનમાં ઊલટાં ઘાટ
પ્રસંગે પ્રસંગે ચાલી ના બુદ્ધિ મારી, ચડયો જ્યાં એના પર કાટ
ખોટા વિચારોને ખોટા ખયાલોએ, માર્યા જીવનને તો જ્યાં ઘા
ખોટા વિચારોએ ને ભાગ્યે, લૂંટી લીધું જીવન મારું જ્યાં
ઈર્ષ્યાની આગ ગઈ વધતી હૈયાંમાં, પડી ના જ્યાં એ શાંત
વેરનો અગ્નિ જાગ્યો જ્યાં હૈયાંમાં, બુઝાવી શક્યો ના એને જ્યાં
રાતદિવસ કામ કામને કામનું ચડયું ભૂત જીવનમાં જ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)