વાતો કરી ઘણી જીવનમાં તમે, કર્યું પૂરું એમાંથી તો કેટલું તમે
દોર્યા રંગીન ચિત્રો જીવનમાં કેટલાં તમે, કર્યા ચરિતાર્થ એમાંથી કેટલાં તમે
ઢોલ વગાડયા જીવનમાં ઘણાં તો તમે, સર્જ્ય઼ું સંગીત એમાંથી કેટલું તમે
મળ્યા જીવનમાં ઘણા ઘણાને તમે, પોતાના બનાવ્યા એમાંથી કેટલાને તમે
ચાહી વફાદારી જીવનમાં તો સહુની, રહ્યાં વફાદાર પ્રભુને કેટલાં તો તમે
કર્યા વિચારો ઘણા ઘણા જીવનમાં, અમલમાં મૂક્યા કેટલાં, એમાંથી તમે
સલાહ દીધી ઘણાને ઘણી ઘણી તમે, જીવનમાં ઉતારી એમાંથી કેટલી તમે
ઘણાં ઘણાં કાર્ય શરૂ કર્યા જીવનમાં તમે, કર્યા પૂરા એમાંથી કેટલાં તમે
વાંધા વચકા કાઢયા સહુના જીવનમાં તમે, મળ્યો ના એકપણ યોગ્ય શું તમને
વીતતાને વીતતા જાય છે દિવસો જીવનના, આવ્યો ના વિચાર એનો શું તમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)