હળવા થઈ ગયા જીવનમાં તો એટલાં, જીવનનું વજન હવે લાગતું નથી
દુઃખદર્દથી ગયા બની રીઢા જીવનમાં, દુઃખદર્દ હવે તો સતાવતું નથી
છુપાવ્યા કેટલાં કર્મો તો જગથી, છુપાવવાની જગ્યા હવે તો બાકી નથી
રસ્તા હતા બધા જ્યાં હાથમાં, રસ્તા લેવાયા નહીં, રસ્તા વિના હવે ચાલતું નથી
ચાલ્યા જીવનમાં ઘણું, દૂર તોયે રહી ગયું, લાગ્યું કે જાણે કાંઈ ચાલ્યા નથી
રળવા નીકળ્યા જગમાં તો કીર્તિ, જીવનમાં અવજશ વિના બીજું કાંઈ મેળવ્યું નથી
કરી વાતો ચિંતાઓ સોંપવાની પ્રભુને, પ્રભુને સર્વે ચિંતાઓ સોંપી શક્યા નથી
કોશિશો છે સહુની દુઃખદર્દથી દૂર રહેવાની, દુઃખદર્દ વિનાનું જગમાં તો કોઈ નથી
ચડી જાય આંખ પર અનેક પટીઓ જ્યાં, માર્ગ જીવનમાં જલદી તો એને મળતો નથી
ઉદ્દેશ વિના હર્યા ફર્યા તો ખૂબ જીવનમાં, જીવનમાં એમાં તો ક્યાંય પહોંચ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)