પેટ છે મારું રે છીછરું, પેટ છે મારું રે છીછરું
ના જીવનમાં એ સુખને સમાવી શક્યું, ના જીવનમાં દુઃખને એ પચાવી શક્યું
સુખદુઃખમાં પેટ હલે ના તો તારું, પ્રભુ પેટ તારું તો છે નિરાળું
અનેક ચીજોને સમાવવા, અનેક ચીજોને પચાવવા, રહે એ તો, મથતુંને મથતું
પેટ ભલે ના કાંઈ બોલતું, પણ મૂક વિરોધ રહે એ તો દર્શાવતું
પેટ તો જે ના પચાવતું, ઘણું ઘણું, બહાર એમાંથી એ તો કાઢતું
વિવિધ વાતોને, વિવિધ ચીજો, રહે એમાં એ તો સંઘરતુંને સંધરતું
ચાહે સર્વ કાંઈ પચાવવા એ તો, બધું નથી પચાવી કાંઈ એ શકતું
કરી કોશિશો, સમાવવા ઘણું ઘણું, ના તોયે એ ઘણું સમાવી શક્યું
મળે ખોરાક તો એને નીતનવા, બધું એમાંથી ના એ પચાવી શકતું
કરી નથી શકતો જીવનમાં, પચાવી શકશે જીવનમાં શું અને કેટલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)