અનેક ચીજો નાંખતી ને નાંખતી રહી છે, જીવનમાં મને તો ચકરાવામાં
પડી પડી ચકરાવામાં, અટવાતોને અટવાતો રહ્યો છું, જગમાં આ સંસારમાં
માયા તો સદા નાખતીને નાખતી આવી છે સહુને ચકરાવામાંને ચકરાવામાં
પડીને તો એના ચક્કરમાં, નીકળી ના શક્યો બહાર એમાંથી તો સંસારમાં
નાંખતોને નાંખતો રહ્યો, સ્વભાવ તો, જીવનમાં તો અનેક ચકરાવામાં
લઈ ના શક્યો જીવનમાં જ્યાં, સ્વભાવને તો, કાબૂમાં તો આ જગમાં
વૃત્તિઓ લઈને નીત નવા રૂપો જીવનમાં, નાંખતુંને નાંખતું રહ્યું જીવનને ચકરાવામાં
ધ્યાનપણે બેધ્યાનપણે, પડી આદતો જીવનમાં ઘણી, નાંખી ગઈ એ ચક્કરમાં
અનેક ચક્કરમાં પડી પડી, નાંખતાને નાંખતા રહ્યાં, વર્તુળો એના, ચકરાવામાં
ચક્કરને ચકરાવાની આદત તો છે, નાંખે છે સહુને એ ચક્કરમાંને ચકરાવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)