સમજ સમજ જગમાં તું બધું સમજ, સમજ પહેલાં તને, તનેને તને તું તો સમજ
જાણ્યું જગમાં ભલે બધું, જાણ્યો ના સ્વભાવ તેં તારો, પહેલા તારા સ્વભાવને તું સમજ
છે કોણ તું, આવ્યો તું ક્યાંથી, જશે તું ક્યાં, જગમાં પહેલાં તું આ સમજ
સુખદુઃખની તો છે જગમાં દોડાદોડી, કર્તાને ભોગવનાર એનો છે તું એ સમજ
પ્રભુ દૂર નથી કાંઈ એ તારાથી, છુપાયો છે એ જગમાં ને તારામાં, એ તું સમજ
તેજને તેજે ભી રહ્યો છે તું અંધકારમાં, પ્રકાશ સાચો પાથરવો છે, હૈયાંમાં એ તું સમજ
બની માનવ આવ્યો તું જગમાં, મળવાનું છે પ્રભુને આ જીવનમાં એ તો તું સમજ
બની બેકાબૂ જીવનમાં રહી, દિશા શૂન્ય જીવનમાં, જાશે વૃથા માનવ જીવન જગમાં, એ તું સમજ
નથી કોઈ તારું, નથી તું કોઈનો, પડશે જગમાં જીવન તોયે જીવવાનું, એ તો તું સમજ
દૂર રાખવા પ્રભુને તારાથી, છે એમાં તો તારોને તારો હાથ, એ તો તું સમજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)