ભર્યું છે જગમાં બધું ભરપૂર, જગમાં કોઈ વાતની કમી નથી
પડે જરૂર જગમાં જ્યારે જેની, પડશે પહોંચવું પાસે તો એની
પડશે કરવો રસ્તો એનો, એના વિના તો બીજો કોઈ રસ્તો નથી
જાગે ઇચ્છા જગમાં જ્યારે જેની, પડશે કરવી શોધ તો એની
પડશે ગોતવા રસ્તા, ઇલાજ એના, એના વિના કોઈ ઇલાજ નથી
સુખ શાંતિની શોધ તો છે સહુની, રસ્તામાં તો એ કાંઈ જડતી નથી
હૈયાંના કૂવામાં પડયું છે બધું એમાં ઊતર્યા વિના એ તો મળતું નથી
જ્ઞાન, અજ્ઞાન વેર કે પ્રેમ, મળશે બધું એમાંથી, ઊતર્યા વિના મળતું નથી
સમજાય છે જેને, છે હૈયાંમાં બધું, કોઈ વાતની કમી એને લાગતી નથી
હૈયાંમાં તો છે જગ તો સહુનું, હૈયાં વિનાનો તો કોઈ માનવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)