જીવન સફર કરું છું, જીવનમાં ચાલું છું, પગ લઈ જાય ત્યાં પહોંચું છું
ના જાણું ક્યાં જાઉં છું જાણું ના, કોણ છે મારું, જાણું ના કોણ છે પરાયું
શ્વાસ લેતોને લેતો જાઉં છું ઉદ્દેશ વિના જીવે જાઉં છું, કહી શકું કે હું જીવું છું
આળસમાં જીવન શરૂ કર્યું, આળસને ઉત્તેજન દીધું, શ્વાસ થાશે પૂરા કામ થાશે ના પૂરું
કદી અંધારામાં, કદી અજવાળામાંથી, જીવનમાં તો પસાર થાતોને થાતો રહેવું પડયું
અજનબીની મુલાકાતો, અજનબી ખ્વાબો ને અજનબી વિચારોમાં જીવું છું
છે અજાણ્યા તો રસ્તા, અજાણ્યા છે દૃશ્યો, સફર તોયે મારી જાણું છું
અજાણ્યા વાતાવરણને કરવા પોતાનું, અજાણ્યાપણાને હું ભૂંસતો જાઉં છું
સફર છે મારી, કરવાની છે સફર પૂરી મારે, ઉદ્દેશ વિના સફર કરતો જાઉં છું
ટાઢ તડકા ઝીલી ઝીલી જગમાં, જીવન સફર જગમાં હું ખેડતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)