નજર ફેરવી જગમાં તેં તો બધે, જોયું જગમાં તેં તો ઘણું ઘણું
ઊતર્યા ના જો અંતરમાં તો ઊંડે, જોવું ના પડયું હતું એમાં તો શું
ગયું હશે રહી બહાર ઘણું ઘણું જોવું, રહી ગયું અંતરમાં જોવું, એથી તો વધુ
એની એજ નજર રહી ફરતી જગમાં, મળ્યું જોવા તો ઘણું નવુંને નવું
નવું ને જૂનું રહ્યું જોવાતું બધું જગમાં, દૃષ્ટિમાં રહ્યું બધું તો સમાતું
કદી છાપ ભૂસાઈ એની, કદી છાપ એની તો ઉપસી, એ બધું થાતું ને થાતું રહ્યું
નજર બધે ફેરવતાં ને ફેરવતાં, ક્યાંક બંધન પ્રેમનું તો ઊભું થયું
બહાર જોવા તો ઘણું મળ્યું, અંતરમાં જોવા તો એથી વધુ મળ્યું
અંતરની મુસાફરી જેમ થાતીને થાતી ગઈ, અંતરને નવી રીતે જોવા મળ્યું
હજાર વાતોને હજાર ચીજો હતી અંતરમાં, રહસ્ય એનું તો એમાં મળ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)