પહોંચવું હતું જીવનમાં તો ક્યાં, ક્યાં ને ક્યાં તો પહોંચી ગયા
બેધ્યાનપણામાં તો જીવનમાં, જીવનનું લક્ષ્ય અમે તો ચૂકી ગયા
શ્વાસો તો જીવનમાં, ભર્યા ને ભર્યા હતા તો ઉમ્મીદોથી
શ્વાસો તો જીવનમાં લેવાતા રહ્યાં, ઉમ્મીદોના ઠેકાણા તો ના રહ્યાં
આમને આમ જીવનની ગાડી તો રહી, જીવનમાં ચાલતીને ચાલતી
લક્ષ્યના ઠેકાણા જીવનમાં ના રહ્યાં, અસંતોષના પીણા પીવાતા રહ્યાં
જીવનમાં જીવનના કંઈક ઝેર તો પીધા, કંઈક ઝેર તો ઓક્યા
થાતી રહી અસર એની જીવન ઉપર, જીવનના ઠેકાણા ના રહ્યાં
ચિંતનકારો કરીને ચિંતન જીવનમાં, જગને ઘણું ઘણું તો કહી ગયા
રહી અસર એની ઘડી બે ઘડી, જીવનમાં પાછા, એવાને એવા રહી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)