અનેક કર્મોના તાંતણાઓ વણાઈ વણાઈને થયું છે તનબદનનું કપડું તો તારું
કયા એક કર્મનું છે એ બનેલું, ના કોઈ એ જાણી શકવાનું કે કહી શકવાનું
એના તાણાવાણા વણાયેલા છે એવા, પાડવા એને છૂટા, મુશ્કેલ બનવાનું
કોઈ તાંતણો જાશે વચ્ચેથી, જો તૂટી કે છૂટી, અન્ય તાંતણાઓથી જોડાઈ રહેવાનું
તાંતણાને તાંતણાંઓ ક્ષીણ તો થાતા, તનબદન પણ તો, છૂટી જવાનું
હતો કયો તાંતણો, મજબૂત કે કયો કાચો, નથી કોઈ તો એ, કહી શકવાનું
પાડશે ભાત જીવનની એ તો જુદી જુદી, એ ભાતનું જીવન એ તો કહેવાવાનું
આવા આ તન બદનના કપડાંને, પડશે જીવનમાં રંગતા તો સંભાળવું
જેવા રંગથી રંગીશ એ કપડાને તું તારા, કપડું એવા રંગથી રંગાવાનું
પ્રભુના રંગે રંગજે એ કપડાને તું તારા, કપડું તારું એ તો પ્રભુનું બનવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)