ખ્વાબ આવવા એ કાંઈ ખોટું નથી, રહેવું ડૂબ્યા એમાં એ કાંઈ સારું નથી
કરવું અપમાન એમાં કાંઈ બહાદુરી નથી, કરવું સહન એમાં કાંઈ શરમ નથી
દુઃખદર્દને કાંઈ પાંખ હોતી નથી, ઊડીને કાંઈ આવતા નથી, ઊડીને કાંઈ જાતા નથી
વાદળની તો છે જગમાં ઊડતી છાયા, જીવનમાં તો કાંઈ એ તો કાંઈ ટકવાની નથી
પ્રેરણાસ્રોત નથી જીવનમાં જ્યાં ખુદનું હૈયું, ખતા ખાધા વિના એ રહેતા નથી
જીવનમાં પ્રેમની લીલી વાડીમાં, ઈર્ષ્યાના કાંટા વાવવાની ભૂલ કરવાની નથી
અન્યના પ્રગતિના પંથમાં નાખવી બાધા, એવું હીન કૃત્ય જીવનમાં તો કરવાનું નથી
અન્યના પ્રભુના વિશ્વાસને તોડવા, એના જેવું જગમાં બીજું તો કોઈ પાપ નથી
આત્મવિશ્વાસ જેવું જગમાં જીવનમાં તો બીજું તો કોઈ તેજ નથી
પ્રેમના જેવી તો જગમાં, બીજી તો કોઈ સંજીવન ધારા તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)