ભૂલ્યો, ભટક્યો, ખૂબ ફર્યો જીવનમાં હું તો માયામાં
ગયો હું તો વીસરી રે પ્રભુ, તું મને યાદ રાખે છે
નીતનવા મનના મંડપો રચી, રહ્યો એમાં હું તો ફરતો
માયાની કુંજ ગલીઓમાં રહ્યાં જીવનમાં એમાં હું તો ફરતો
જગાવી જગાવી ઉપાધિઓ, ગયો એમાં હું તો દુઃખી થાતો
ચિંતાઓ અને ચિંતાઓ, રહ્યો જીવનમાં હું તો કરતો
મળી સફળતા તો થોડી, રહ્યો નિષ્ફળતાના પ્યાલા પીતો
રહ્યો, ગુણોને હું તો ભૂલતો, હૈયાંમાં અવગુણો ભરતો
જીવનમાં દીધું તેં તો ઘણું ઘણું, ખીલી તોયે હું તો રહ્યો
દુઃખદર્દભર્યા જીવનમાં, દુઃખમાં દીવાનો હું તો બન્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)