હવાના સ્પર્શથી જઈશ તું બહેકી, અન્ય સ્પર્શથી તારું શું થાશે
એક જ વિચાર લેશે તને જો જકડી, અન્ય વિચારો, કેમ કરી તું કરી શકશે
એક જ દૃશ્ય આંખ સામે રહેશે જો રમતું, અન્ય દૃશ્યો કેમ તું જોઈ શકશે
એક જ પાત્રને સુપાત્ર તું ગણશે, અન્ય પાત્રને અન્યાય કરી તું બેસશે
એક જ વાતને તું દોહરાવતો રહેશે, અન્ય વાત ક્યાંથી તું કરી શકશે
રાતભર ગમ હૈયાંમાં ભરી તું રાખશે, રાત તારી કેમ કરીને તો વીતશે
એક જ દર્દમાં જો તું ઢીલો પડી જાશે, અન્ય દર્દ સહન કેમ કરી શકશે
એક વાત પણ યાદ જો તું નહી રાખશે, અન્ય વાત યાદ કેમ તને રહેશે
એક દર્દભરી વાત હૈયાંને સ્પર્શી જાશે, હૈયું અન્ય દર્દને કેમ ઝીલી શકશે
પ્રભુના પ્રેમનો સ્પર્શ તો અનોખો હશે, એના જેવો સ્પર્શ બીજે ક્યાંથી મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)