ખામોશીને ના ગણી લેજો, જીવનની મારી નિશાની કે એને એંધાણી
ધરવી પડે છે જીવનમાં, ક્યારેક ખામોશી, નથી કાંઈ નબળાઈની નિશાની
કરી સહન ધરવી પડે છે ખામોશી, કહી નથી શકાતી અંતરની એને એંધાણી
મજબૂરીને ચૂપકીદી પણ, ધરાવે જીવનમાં તો ઘણીવાર ખામોશી
લાભ લોભ પણ તો જીવનમાં, ધરાવે આપણી પાસે તો ખામોશી
સત્તા સામે ચાલે ના કાંઈ આપણું, ધરવી પડે ત્યારે તો ખામોશી
પકડાઈ જવાની બીકે, વાત બહાર ના નીકળે, ધરવી પડે ત્યાં ખામોશી
પડશે જીવનમાં તો જોવું, બની ના જીવનમાં હથિયાર તો ખામોશી
ધરી રહ્યો છે પ્રભુ જગમાં ખામોશી, ધરવી પડે છે માનવે પણ ખામોશી
કરજો જીવનમાં તો બધું, ભૂલજો ના જીવનમાં તો, ધરવી તો ખામોશી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)