રમત રમતમાં રે, દિવસોને દિવસો, તો વીતતા ગયા
પડી ના સમજ, જીવનમાં તો એમાં, બાકી તો કેટલા રહ્યાં
હતો બેખબર તો હું, હતી મૂડી તો એની, પાસે તો કેટલી
રાખ્યો ના હિસાબ તો જીવનમાં, ખર્ચી જગમાં એમાંથી તો કેટલી
પરમ કૃપાળુની તો નજરમાં વસવા, યત્નો તો ના કર્યા
કર્યા ના યત્નો તો પૂરા, રહ્યાં યત્નો બધા તો અધૂરા
લાગ્યું જીવનમાં કદી તો એવું, જાણે દિવસો તો ખૂટયા
લાગ્યું જીવનમાં કદી તો જાણે, દિવસો તો ભારરૂપ બન્યા
કદી દિવસો જીવનમાં તો, હૈયાંના ભાવો સાથે, રમત રમ્યા
કદી દિવસો જીવનમાં તો, હૈયાંના ભાવોના તો દુશ્મન બન્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)