Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 195 | Date: 15-Aug-1985
પડી છે કર્મની બેડી, જ્યાં પગમાં તારા
Paḍī chē karmanī bēḍī, jyāṁ pagamāṁ tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 195 | Date: 15-Aug-1985

પડી છે કર્મની બેડી, જ્યાં પગમાં તારા

  No Audio

paḍī chē karmanī bēḍī, jyāṁ pagamāṁ tārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1985-08-15 1985-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1684 પડી છે કર્મની બેડી, જ્યાં પગમાં તારા પડી છે કર્મની બેડી, જ્યાં પગમાં તારા

   ક્યાં સુધી તું ચાલી શકવાનો (2)

લઈને નિર્ણય, તોડતાં તું જ્યાં નથી અચકાતો

   ક્યાં સુધી તું જઈ શકવાનો (2)

ઈર્ષાનાં અંજન પડ્યાં છે જ્યાં આંખમાં તારા

   ક્યાં સુધી તું પ્રેમ પામી શકવાનો (2)

વેરની આગે, જ્યાં જલી રહ્યું છે હૈયું તારું

   ક્યાં સુધી તું શાંતિ પામી શકવાનો (2)

પડ્યાં છે પડળ મોહનાં જ્યાં આંખ પર તારા

   ક્યાં સુધી તું દર્શન કરી શકવાનો (2)

અહંકારમાં ડૂબી રહ્યું છે જ્યાં હૈયું તારું

   ક્યાં સુધી તું તરી શકવાનો (2)

અસંતોષની આગ હૈયે જ્યાં જલે છે તારે

   ક્યાં સુધી તું દુઃખથી બચી શકવાનો (2)

દુઃખી જોઈ અન્યને હૈયું ભીંજાયું નથી જ્યાં તારું

   ક્યાં સુધી તું સુખી થઈ શકવાનો (2)

પ્રભુભક્તિનો ભાવ હૈયે નથી ચડ્યો જ્યાં તારે

   ક્યાં સુધી તું પ્રભુપ્રેમ પામી શકવાનો (2)

દિવસો સત્કર્મોથી જ્યાં વંચિત રહ્યા છે તારા

   ક્યાં સુધી તું એ પાછા લાવવાનો (2)

ચેતીને પ્રભુસ્મરણમાં જો હૈયું નહીં જોડે તારું

   ક્યાં સુધી મોક્ષની રાહ તું જોવાનો (2)
View Original Increase Font Decrease Font


પડી છે કર્મની બેડી, જ્યાં પગમાં તારા

   ક્યાં સુધી તું ચાલી શકવાનો (2)

લઈને નિર્ણય, તોડતાં તું જ્યાં નથી અચકાતો

   ક્યાં સુધી તું જઈ શકવાનો (2)

ઈર્ષાનાં અંજન પડ્યાં છે જ્યાં આંખમાં તારા

   ક્યાં સુધી તું પ્રેમ પામી શકવાનો (2)

વેરની આગે, જ્યાં જલી રહ્યું છે હૈયું તારું

   ક્યાં સુધી તું શાંતિ પામી શકવાનો (2)

પડ્યાં છે પડળ મોહનાં જ્યાં આંખ પર તારા

   ક્યાં સુધી તું દર્શન કરી શકવાનો (2)

અહંકારમાં ડૂબી રહ્યું છે જ્યાં હૈયું તારું

   ક્યાં સુધી તું તરી શકવાનો (2)

અસંતોષની આગ હૈયે જ્યાં જલે છે તારે

   ક્યાં સુધી તું દુઃખથી બચી શકવાનો (2)

દુઃખી જોઈ અન્યને હૈયું ભીંજાયું નથી જ્યાં તારું

   ક્યાં સુધી તું સુખી થઈ શકવાનો (2)

પ્રભુભક્તિનો ભાવ હૈયે નથી ચડ્યો જ્યાં તારે

   ક્યાં સુધી તું પ્રભુપ્રેમ પામી શકવાનો (2)

દિવસો સત્કર્મોથી જ્યાં વંચિત રહ્યા છે તારા

   ક્યાં સુધી તું એ પાછા લાવવાનો (2)

ચેતીને પ્રભુસ્મરણમાં જો હૈયું નહીં જોડે તારું

   ક્યાં સુધી મોક્ષની રાહ તું જોવાનો (2)




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍī chē karmanī bēḍī, jyāṁ pagamāṁ tārā

   kyāṁ sudhī tuṁ cālī śakavānō (2)

laīnē nirṇaya, tōḍatāṁ tuṁ jyāṁ nathī acakātō

   kyāṁ sudhī tuṁ jaī śakavānō (2)

īrṣānāṁ aṁjana paḍyāṁ chē jyāṁ āṁkhamāṁ tārā

   kyāṁ sudhī tuṁ prēma pāmī śakavānō (2)

vēranī āgē, jyāṁ jalī rahyuṁ chē haiyuṁ tāruṁ

   kyāṁ sudhī tuṁ śāṁti pāmī śakavānō (2)

paḍyāṁ chē paḍala mōhanāṁ jyāṁ āṁkha para tārā

   kyāṁ sudhī tuṁ darśana karī śakavānō (2)

ahaṁkāramāṁ ḍūbī rahyuṁ chē jyāṁ haiyuṁ tāruṁ

   kyāṁ sudhī tuṁ tarī śakavānō (2)

asaṁtōṣanī āga haiyē jyāṁ jalē chē tārē

   kyāṁ sudhī tuṁ duḥkhathī bacī śakavānō (2)

duḥkhī jōī anyanē haiyuṁ bhīṁjāyuṁ nathī jyāṁ tāruṁ

   kyāṁ sudhī tuṁ sukhī thaī śakavānō (2)

prabhubhaktinō bhāva haiyē nathī caḍyō jyāṁ tārē

   kyāṁ sudhī tuṁ prabhuprēma pāmī śakavānō (2)

divasō satkarmōthī jyāṁ vaṁcita rahyā chē tārā

   kyāṁ sudhī tuṁ ē pāchā lāvavānō (2)

cētīnē prabhusmaraṇamāṁ jō haiyuṁ nahīṁ jōḍē tāruṁ

   kyāṁ sudhī mōkṣanī rāha tuṁ jōvānō (2)
Scan Image

Gujarati Bhajan no. 195 by Satguru Devendra Ghia - Kaka
First...193194195...Last