દૃષ્ટિ તારી રાખજે ખુલ્લી તું જીવનમાં, જગમાં જોવાનું ને જાણવાનું છે ઘણું
જગ ભુલાવશે જીવનમાં તને તો ઘણું, રાખજે યાદ જીવનમાં તું તો બધું
શું જોવું, શું ના જોવું, પડતો ના એમાં દ્વિધામાં જીવનમાં જોવા મળે એ તો જોવું
શું મળશે જોવા શું ના મળશે, મુશ્કેલ પડશે જીવનમાં એ તો કહેવું
સુખી પણ મળશે જોવા, દર્દી પણ મળશે જોવા ના એમાં, તારે તો તણાવું
સારું પણ મળશે જોવા, નરસું પણ મળશે જોવાં, પડશે બધું તારે તો જોવું
જોતાં જોતાં બધું, ના એમાં તો થાકવું, તંગ એમાં, જીવનમાં તો ના બની જાવું
ચાહે દિલ તો જે જોવું મળશે એ તો જોવા, જીવનમાં ના એ તો કહી શકાતું
જોવું છે જીવનમાં તો જે, એ ના જોવા મળે, ના જોવાનું તો ક્યાં સુધી જોયા કરવું
થાકે દૃષ્ટિ ચાહે ના ચાહે દૃષ્ટિ, જીવનમાં તો દૃષ્ટિથી તો જોવું ને જોવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)