અરે ઓ, શાંતિના પ્રવાસી, છોડી દે દોડધામ બધી તું તારી
નીકળ્યો છે પામવા તું શાંતિ, રસ્તા દોડધામના, આપશે ના શાંતિ
અરે ઓ મુક્તિ માર્ગના પ્રવાસી, વીસરી જા જીવનમાં, મોહમાયાની દુનિયા તારી
વર્તાય છે જીવનમાં કંઈ ઊણપ ભારી, પૂરશે ના ઊણપને, કૂડકપટની નીતિ તારી
મોહબતની દુનિયા સર્જનારા, તારા એ દિલને, દેજે ના કોઈ ઠેસ પહોંચાડી
પ્રેમના અંકુરને જાળવજે સદા તું લેજે બચાવી એને, ક્રોધ ને વેરના ફૂંફાડામાંથી
શું કરે છે, શું ના કરે છે, નથી ભાન તને એનું, હાંક ના બડાશ એમાં તું તારી
ગોત્યા ના સાથ કે સંગાથ, આવ્યા એને સ્વીકાર્યા જીવનમાં, બનાવીને સહવાસ
ભૂલી જા બધી વ્યાખ્યા તું પ્રેમની, સોંપી દે બધું એને, હવાલે કરીને જાતને તારી
પ્રવાસી છે તું નિત્ય પ્રવાસી, બનાવી દે મંઝિલને તું, મુકામ તો તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)