નડે છે, નડે છે, નડે છે, જીવનમાં તો સહુને, કાંઈને કાંઈ તો નડે છે
શોધી ના શકે, જીવનમાં તો શું નડે છે, નડતરને નડતરમાં પાગલ એ બને છે
સૂર્ય કિરણોને પૃથ્વી પર પહોંચતા, કાળાં ઘનઘોર વાદળો તો નડે છે
શ્રદ્ધાના તપતા સૂર્યને જીવનમાં, જીવનમાં તો શંકાના વાદળો તો નડે છે
ધોમધકતા તાપમાં, રણના મુસાફરને, મૃગજળ તો સદા તો નડે છે
જીવનમાં તો સહુને, કરેલા કર્મોને, પોતાના બોલેલા શબ્દો તો નડે છે
અજાણ્યા મુસાફરોને, અજાણી જગ્યા, ને જગમાં ઘનઘોર અંધારું તો નડે છે
અહેસાસ ચાહતા જગમાં આર્ત હૈયાંને, જીવનમાં પ્રભુની ચુપકીદી તો નડે છે
મિલન તડપતા હૈયાંને તો જગમાં, જીવનમાં પળનો વિલંબ પણ નડે છે
છળકપટને કૂડકપટને તો જીવનમાં, હર વાત પરનો તો પડદો નડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)