રહ્યો છે માનવ કરતો ભેગું વધુને વધુ, રહ્યો છે મૂંઝાતો વધુને વધુ
જરૂરિયાતથી મેળવ્યું જ્યાં વધુ, થઈ ચિંતા સાચવવાની ત્યાં વધુને વધુ
બોલ્યા જીવનમાં જ્યાં વધુને વધુ, નોતરી ઉપાધિ જીવનમાં ત્યાં વધુને વધુ
લીધો ખોરાક જીવનમાં વધુને વધુ, બન્યા બેચેન એમાં ત્યાં વધુને વધુ
છૂટતો જાશે કાબૂ તો વધુને વધુ, જાશે ચડતો નશો જ્યાં વધુને વધુ
બન્યા બેફામ જીવનમાં જ્યાં વધુને વધુ, પડશે લેવી દવા વધુને વધુ
ભક્તિરસ પીશો જ્યાં વધુને વધુ, છૂટતો જાશે સંસાર ત્યાં વધુ ને વધુ
પ્રભુના પ્રેમનો રસ પીશો વધુ ને વધુ, છૂટશે માયાનો રંગ ત્યાં વધુને વધુ
વધુને વધુના રંગમાં રંગાયેલું છે જગ, રંગાયેલું છે જગ એમાં વધુને વધુ
ડૂબતો કરશે યત્નો બચવા વધુને વધુ, વેડફાતી જાશે શક્તિ વધુને વધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)