કર્યું જીવનમાં ઘણું ઘુણું, લાગે તોયે, ઘણું ઘણું તો રહી ગયું
કહી દીધું ભલે ઘણું ઘણું, લાગે તોયે, કહેવાનું ઘણું ઘણું રહી ગયું
સમજ્યા જીવનમાં ઘણું ઘણું, લાગે તોયે, સમજવાનું ઘણું ઘણું રહી ગયું
મળ્યા જીવનમાં ઘણા ઘણાને, લાગે તોયે, મળવાનું ઘણા ઘણાને રહી ગયું
મેળવ્યું જીવનમાં ઘણું ઘણું, લાગે તોયે, મેળવવાનું ઘણું ઘણું રહી ગયું
જોયું જીવનમાં તો ઘણું ઘણું, લાગે તોયે, જોવાનું ઘણું ઘણું રહી ગયું
વાચ્યું જીવનમાં ઘણું ઘણું, લાગે તોયે, વાંચવાનું ઘણું ઘણું રહી ગયું
શીખ્યા જીવનમાં ઘણું ઘણું, લાગે તોયે, શીખવાનું ઘણું ઘણું રહી ગયું
રડવા ચાહ્યું જીવનમાં ઘણું ઘણું, લાગે તોયે, રડવાનું ઘણું ઘણું રહી ગયું
આપવું હતું પ્રભુને ઘણું ઘણું, લાગે તોયે, આપવાનું ઘણું ઘણું રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)