કાઢી નાંખીશું જીવનમાંથી જો સત્યને, જીવનમાં બાકી શું રહેશે
લેશું ખેંચી જીવનમાંથી જો અહિંસાને, જીવનમાં બાકી શું રહેશે
હડસેલી દેશું જીવનમાંથી જો ઉદ્દેશને, જીવનમાં બાકી શું રહેશે
કાઢી નાંખશું તનડાંમાંથી જો પ્રાણને, જીવનમાં બાકી શું રહેશે
કાઢી નાંખશું પ્રવચનમાંથી જો સારને, પ્રવચનમાં બાકી શું રહેશે
ખેંચી લઈશું જીવનમાંથી જો પ્રેમને, જીવનમાં બાકી શું રહેશે
કાઢી નાંખીશું સંબંધોમાંથી જો ભાવને, સંબંધોમાં બાકી શું રહેશે
કાઢી નાંખીશું પુરુષાર્થને જો કર્મોમાંથી, કર્મોમાં બાકી શું રહેશે
કાઢી નાંખીશું સમજણને જો વાતચીતોમાંથી, વાતચીતમાં બાકી શું રહેશે
કાઢી નાંખશું એકતા પતિપત્નીમાંથી, જીવનમાં બાકી શું રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)