છોડવી છે ગાંઠ જ્યાં કર્મોની જગ તો છે કર્મોની ભૂમિ
છોડવી છે ગાંઠ જ્યાં જીવનમાં, છોડજો તમે એને અહીંને અહીં
આવ્યા છો કરવા કર્મો, ધોવા કર્મો, પડશે કરવું એ અહીંને અહીં
રાખી ખુલ્લું કર્મોનું ખાતું, કરવા સરભર એને, પડશે આવવું જગ મહીં
જગની ઇચ્છા કરવા પૂરી, પડશે આવવું પાછું તો જગ મહીં
પડી છે જ્યાં કર્મોની ગાંઠ, પડશે છોડવી કર્મોથી એને જગ મહીં
મળી છે કર્મોની ભૂમિ, કરવા કર્મોની શક્તિ, પડશે કરવા કર્મો તો અહીં
માંડતો રહ્યો છે કર્મોની બાજી, બનાવી દે હવે એને તું જિતની બાજી
હરેક જિંદગી છે કર્મોની કહાની, રહી છે કરાવતી એ જગની હેરાફેરી
સુખદુઃખને બનાવ્યા એણે સાથી, કર્મો રહ્યાં છે તો સહુનો સાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)