દૃશ્યે દૃશ્યે જો તું બહેકી જાશે, દૃશ્યો જો ના અટકશે
તારું તો શું થાશે, એમાં તારું તો શું થાશે (2)
દૃશ્યો તો આવતા રહેશે, દૃશ્યે દૃશ્યે જો તું તણાતો જાશે
દૃશ્યે દૃશ્યે તો ભાવ જાગશે, ભાવ તને તો જો તાણી જાશે
વિવિધ દૃશ્યો જગાવશે વિવિધ ભાવો, ભાવો ના કાબૂમાં રહેશે
દૃશ્યો પર નથી કાબૂ તારા, ભાવો જો એમાં કાબૂ બહાર જાશે
દૃશ્યો હશે નવીનતાના, નવીનતામાં જો તું ખેંચાતો જાશે
દૃશ્યો તને જો ભડકાવી જાશે, એમાં જો કાબૂ બહાર બનશે
દૃશ્યો કંઈક યાદો આપી જાશે, યાદો તને જો હચમચાવી જાશે
દૃશ્યે દૃશ્યે ભાન ભૂલશે, જીવન તો એમાં કેમ જીવાશે
દૃશ્યો જો દુઃખદર્દ ઊભા કરશે, જો એ તો ના જીરવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)