ખમ્મા મારી ડીસાવાળી `મા', દર્શન દેવાને વહેલાં આવજો
બાળુડા જુએ તારી વાટ, દર્શન દેવાને વહેલાં આવજો
સિંહે થઈને અસવાર, દર્શન દેવાને વહેલાં આવજો
ત્રિશૂળ લઈને હાથ, દર્શન દેવાને વહેલાં આવજો
ઓઢીને ચૂંદડી લાલ, દર્શન દેવાને વહેલાં આવજો
રત્નજડિત મુગટ પહેરીને, દર્શન દેવાને વહેલાં આવજો
છૂટા રાખીને માડી વાળ, દર્શન દેવાને વહેલા આવજો
કાને કુંડળ પહેરીને ખાસ, દર્શન દેવાને વહેલાં આવજો
હાથે પહેરીને કંગન સાથ, દર્શન દેવાને વહેલાં આવજો
કંઠે ધરીને વૈજયંતી માળ, દર્શન દેવાને વહેલાં આવજો
કમરે પટ્ટો પહેરીને હેમનો, દર્શન દેવાને વહેલાં આવજો
પગે પહેરીને જરી ભરેલી મોજડી ખાસ, દર્શન દેવાને વહેલાં આવજો
કરીને કપાળે ચાંદલો લાલ, દર્શન દેવાને વહેલાં આવજો
સંભળાવજો ઝાંઝર કેરા રણકાર, દર્શન દેવાને વહેલાં આવજો
દેજો હૈયાના આશિષ અપાર, દર્શન દેવાને વહેલાં આવજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)