જે રાહ નથી જીવનમાં તમારી, એ રાહ ઉપર ચાલી શું કરશો
ના તમે તમારા સ્થાને પહોંચશો, સ્થાન તમારું, એમાં ચૂકી જાશો
હસતી જિંદગાનીની સફરને, દુઃખદાયી એમાં તો બનાવી દેશો
દુઃખદર્દના મિલનનું, હૈયાંને સ્થાન, એમાં તો બનાવી દેશો
હરેક રાહ જીવનમાં, નથી કોઈ રાહ આપણી, આ સત્યને ક્યારે સમજશો
ચાલશોને ચાલશો, ક્યાંક તો પહોંચશો, પહોંચવાનું છે જ્યાં એ ચૂકી જાશો
સમય વેડફાયો જે એમાં, જીવનમાં પાછો ના એ તો મેળવી શકશો
ઉધારને ઉધારીના પાસા, જીવનમાં એમાં તો, પાછા શરૂ કરી દેશો
હકીકતના રે હામી, દર્દના રે ધામી, જીવનમાં એમાં તો બની જાશો
રાહ નક્કી કરવામાં, જીવનમાં, તો દુર્લક્ષ બધું ત્યજી દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)