લક્ષ્ય ચૂક્યા વિના, પડશે કરવી બાંધછોડ તો જીવનમાં
પહોંચવા લક્ષ્ય પર જીવનમાં, પડશે રાખવું લક્ષ્યને લક્ષ્યમાં
હોય ભલે એમાં દુર્ગમ રસ્તા, બદલાય ના કાંઈ એથી લક્ષ્ય જીવનમાં
લક્ષ્ય વિનાના જીવનને કાંઈ કહી ના શકાય જીવન જગમાં
હશે લક્ષ્ય સહુના જુદા, રાખ્યું છે સહુએ તો સુખને લક્ષ્યમાં
રાખવાનું છે જીવનમાં જે જે લક્ષ્યમાં, પડશે રાખવું એ લક્ષ્યમાં
પાટે ઊતરી ગયેલી છે ગાડી, ચડાવવી છે પાટે, રાખજો એ લક્ષ્યમાં
દેજો ભલે નીંદર ત્યજી, વીંધવાનું તો છે લક્ષ્યને જીવનમાં
કરવી પડે બાંધછોડ જરૂરી, કરજે બાંધછોડ, લક્ષ્યને જીવનમાં
કરવી પડે બાંધછોડ, જરૂરી, કરજે બાંધછોડ, લક્ષ્ય વીંધવામાં
ના થાજે ચલિત તું લક્ષ્યમાં, રાખજે લક્ષ્યને સદા લક્ષ્યમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)