પ્રીતના સંદેશા તમે પામશો ક્યાંથી, હશે ભર્યું હૈયું જો ઉપાધિઓથી
વહેશે રક્ત તો અન્ય ઘામાંથી, પ્રગટશે પ્રેમનો અગ્નિ તો પ્રેમના ઘામાંથી
ધરી ના શકશે હૈયું તો ધીર, હશે જલતું તો જ્યાં એ પ્રેમનો વિરહાગ્નિ
લાગશે શ્યામલ મુખ ભી સુંદર, પ્રેમની દૃષ્ટિથી એને નીરખવાથી
પ્રીત તો બંધાશે ને રહેશે, બંધાઈ સદા એ તો પ્રીતના દોરથી
નયનો ને હૈયાંમાંથી વહેશે સંદેશા, સમજાશે તો એ સંદેશા ઝીલવાની
રહેશે વહેતોને વહેતો સંદેશો, પ્રીતના આંગણ હૈયાંનું સાફ રાખવાથી
ઝીલતાને ઝીલાતા જાશે પ્રીતના સંદેશા, પ્રીતમાં મગ્ન રહેવાથી
આવતા રહેશે ને ઝીલતા રહેશે સંદેશા, જોડશો પ્રીતને પ્રીતના તારથી
ઝિલાશે ના એ પ્રીતના સંદેશા, પ્રીતમાં તો, બાધા નાંખવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)