પરેશાની તો છે દિલમાં, થાશે જીત દર્દની કે થાશે જીત પ્યારની
છે સ્થાન બંનેનું તો દિલમાં, છે અવસ્થા ભલે બંનેની તો જુદી
લાગી જાશે ડંખ દિલને તો પ્યારનો, જાશે બની એની એ તો કહાની
છે એક તો અજવાળું, એ તો દિલનું, છે બીજી એ તો છાયા એની
કરશે સહન દિલ તો દર્દ, દર્દ વિનાની તો નથી તો કોઈ કહાની
હશે પ્યાર પ્રભુ કાજે કે સનમ કાજે, જ્યોત પ્યારની તો એમાં જલવાની
સંકળાયેલાં છે ભલે એમાં જોમ ને જવાની, પ્યાર વિના નથી પૂરી થવાની
પ્યાર તો છે અંગ તો જીવનનું, એના વિના તો છે અધૂરી કહાની
પ્યાર તો છે દેન જગમાં પ્રભુની, છે જગમાં એ તો પ્રભુની મહેરબાની
પ્યાર તો છે સીડી મંઝિલની, દર્દ વિનાની તો હશે એ અધૂરી કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)