દિલમાં ભરી એક આશા છે, હૈયામાં જાગી તો જ્યાં એક તમન્ના છે
પ્રગટી જ્યાં પ્યારની તો એક ચિનગારી છે, મંઝિલે એ તો પહોંચાડવાની છે
દુઃખના ભર્યાં હૈયામાં ભલે ડંખ છે, નજરથી મંઝિલને ના દૂર રાખવાની છે
સમય સમયનું કાર્ય રહે છે કરતું, સમયમાં તો બધું પાર પાડવાનું છે
છે સફર તો પુરાણી, મંઝિલે તો છે જરૂર, એને તો પહોંચાડવાની છે
છે ફળ તો નક્કી કર્મનું, પ્રભુમિલન ના ફળની સદા ઇચ્છા તો એની છે
યત્ને યત્ને રહ્યા યત્નો તો વાંઝિયા, જનમોજનમની વણઝાર પામ્યા છે
કરી વણઝાર દુઃખની ઊભી તો જીવનમાં, સમય વ્યતીત એમાં થાય છે
નથી દુઃખની વિસાત જનમોજનમની સામે, ધ્યાનમાં આ રાખવાનું છે
પ્રભુમિલન તો છે શિખર આશાઓનું, સર એને જીવનમાં તો કરવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)