હૈયાની કનક કટોરીમાં દીધી મેં તો ઇચ્છાઓ તો ભરી
કંઈક ઇચ્છાઓ દીધી એવી ભરી, કરી દીધી એણે એને મેલી
બંધાયા તાંતણા એમાં એવા, બની ગઈ એમાં એ વાસનાઘેલી
સંતૃપ્તિ ના એ પામી રહી ફરતી, એ જ્યાં વાસનાની ગલીએ ગલી
ના શાંતિ એ પામી શકી, જ્યાં વાસનાની તો એ ઘેલી બની
મારતી રહી તરફડિયાં એ એમાં, બદલી ના જ્યાં એણે એ ગલી
રહી અથડાતી-કુટાતી એ એમાં, અસંતોષની દીવાલ જ્યાં ના તોડી
કૂંદકૂંદી એની તો હૈયામાં, રહી જીવનમાં તો હૈયાને સતાવતી
સુખના સમુદ્રની ઇચ્છા તો એની, પૂરી ના એ કરી શકી
ઠાંસી ઠાંસી ભરી ઇચ્છાઓ જ્યાં એમાં, રહી એકબીજા સાથે ટકરાતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)