સમસ્યા રહે જાગતી તો જીવનમાં, પૂછવા ઉકેલ ક્યાં અને કોને
મતે મતે પડે મતો તો જુદા, સાચા ગણવા એમાં તો કોને
જીવન છે સમસ્યાઓનો અખાડો, વિના ઉકેલ મૂંઝવે એ તો સહુને
મળે કંઈક ઉકેલ તો સરળતાથી, મળે કંઈક તો ભેજાનું દહીં કરાવીને
મળશે ના ઉકેલ જો સાચો, રહેશે મૂંઝવણ એ તો વધારતો ને વધારતો
લાગે સમસ્યા સરખી, હોય ઉકેલો જુદા, કરે મૂંઝવણમાં એ વધારો
સમસ્યા વિનાનું જીવન નથી, ના ઉકેલની ચાહના વિનાનું હૈયું મળશે
મન જ્યાં ઉકેલની તીવ્રતા તો ધારણ કરશે, ઉકેલ એનો તો મળી રહેશે
ઉકેલ ઉકેલવામાં જે મૂંઝાઈ જાશે, મૂંઝવણ એને તો જકડી રાખશે
જનમી તો જ્યાં સમસ્યા, ઉકેલ એનો, અંત તો જરૂર લાવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)