સાંજ ને સવાર, હૈયાને તો એ ખાતી જાય, ચિંતાઓ થઈ જાય હૈયા પર સવાર
ઊતર્યો ના ઊતરે જ્યાં હૈયેથી એનો ભાર, લાગે તો ત્યાં સમયની ધાર
ભાર જ્યાં એના વધી જાય, અમૃતના પ્યાલા પણ ત્યાં વિષ બની જાય
હૈયું નામ પ્રભુનું, એમાં ભૂલી જાય, હૈયું માળા જ્યાં ચિંતાની ફેરવતું જાય
વ્હાલાં ના બને સગાં, સગાં બને ના વ્હાલાં, ચિંતા વ્હાલી બની જાય
એક પળ મૂકે ના સાથ એ હૈયાનો, હૈયું જ્યાં ચિંતાની ધડકનમાં ધબકતું જાય
રેખા ભાગ્યની પડી છે કપાળમાં, ચિંતા એને જીવનમાં તો ચીમળી જાય
નાખ્યા ધામા એક વાર જ્યાં હૈયામાં, છોડાવવો પીછો એનો મુશ્કેલ બની જાય
પડયું જ્યાં એ નવરું, દિલને મુક્ત થવા ના દે એ એને એમાંથી જરાય
સોંપી જ્યાં એને પ્રભુચરણમાં, બધી હસ્તી એની, એ તો ભૂલી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)