કાઢશે જે બહાનાં કર્તવ્ય પૂરું કરવામાં, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
આળસે નાખ્યા, જેના હૈયે તો જ્યાં ધામા, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
સમજ્યા નથી કર્તવ્ય પૂરું તો જે પોતાનું, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
અધવચ્ચે પડયા જ્યાં શક્તિના તો સાંસા, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
પડતા ને પડતા ગયા જીવનમાં હાથ જેના હેઠા, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
ચડયું નથી કર્તવ્ય જેનું તો જેના હૈયે, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
સાચાખોટાની ચાલે છે ગડમથલ તો જેના હૈયે, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
વિચારોનાં વમળોમાંથી ના નીકળ્યા બહાર જીવનમાં, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
માંડયાં ના કર્તવ્યપથ પર જીવનમાં ડગલાં જ્યાં, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
જાગી જશે મૂંઝવણ જીવનમાં મનમાં કર્તવ્યમાં, કર્તવ્ય પૂરું કેમ કરી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)