રહી દૃષ્ટિ તો બહાર જ્યાં ફરતી ને ફરતી, રહી દિલને માયામાં બાંધતી
ઊતરી જ્યાં ઊંડે એ ખુદ ને ખુદમાં, ઓળખ ખુદની ખુદમાં તો એ પામી
ભમી બહાર જ્યાં એ તો શાંતિ કાજે, શાંતિ જીવનમાં ના એ તો પામી
ઊતરતાં ઊંડે ખુદ ને ખુદમાં, પડી આશ્ચર્યમાં, શાંતિનો ભંડાર ત્યાં પામી
માયા રૂપો તો રહી બદલતી, ના એમાં તો એ માયાને પ્રભુની ઓળખ પામી
જોતી ને જોતી રહી જેમ એ વધુ ને વધુ, મનમાં ગૂંચવાડો વધુ એ તો પામી
જાગ્યા ભેદ હૈયામાં ત્યાં તો વધુ, ભેદ હટાવવામાં હૈયેથી નિષ્ફળતા પામી
વસાવી ના શકી દૃષ્ટિમાં જ્યાં પ્રભુને, પ્રભુનાં દર્શન હૈયામાં ના એ પામી
વિકારો આવી વસ્યા તો જ્યાં દૃષ્ટિમાં, અવરોધો દર્શનમાં એ તો પામી
વિશુદ્ધતા તાલાવેલી જ્યાં જાગી, દૃષ્ટિમાં વિશુદ્ધતા પામી, દર્શન ત્યાં એ પામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)