ભળવું હશે જેને જેમાં, એને એવું બનવું તો પડશે
સંસારના આ નિયમને તોડવામાં, ફાયદો તો ના મળશે
જાય છે સ્ત્રી તો સાસરિયે, સાસરિયાંમાં ભળવું પડશે
કરવો હશે તો જેવો ધંધો, અનુરૂપ એને બનવું પડશે
રમતગમત રમશો તો જેવી, તબિયત એવી રાખવી પડશે
જે વિષયનું મેળવવું હશે જ્ઞાન પૂરું, ઓગળવું એમાં પડશે
પ્રેમ પામવા ટકાવવા, પ્રેમીના પ્રેમમાં પીગળવું તો પડશે
પિગાળી નિજનું અસ્તિત્વ, અસ્તિત્વ નવું ઊભું કરવું પડશે
લેવું છે તનડાથી કામ જીવનમાં, નીરોગી એને રાખવું પડશે
નીકળ્યાં જ્યાં તીર્થની જાત્રાએ, મનને તીર્થમાં જોડવું પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)